LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

સુખી જીવન માટે ખાસ જરુરી યાદ રાખવા જેવી વાતો...


1.જીવન માં ક્યારેક એવી પળો પણ આવે છે જયારે બધું જ ઊંધું થતું હોય , સાદી ભાષા માં કહીએ તો જાણે પનોતી લાગી હોય .એવા સમયે પણ ખુશ કેમ રહેવું એ બહુ અઘરો સવાલ બની જાય છે પણ એવા સમયે પોતાના અંદરના "માનવને" નિરાશ ના થવા દઈને એને હિંમત આપતા રહેવાનું અને પોતાને જ કહેતા રહેવાનું કે જીવન માં કોઈ પણ પળ હમેશા માટે નથી રહેતી પછી એ "ખુશી ની હોય કે દુખ" ની એ બદલાવવાની તો છે જ ... આ વાતને મન માં ઉતારશો તો ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માં ખોવાઈ નહિ જાઓ...2. જીવન એક સિક્કા જેવું છે જેણે એક બાજુ પર સુખ છે તો બીજી બાજુ દુખ છે.. મારી ભાષામાં કહું તો એક બાજુ "મજ્જો" છે તો બીજી બાજુ સજ્જો(સજા) છે અને હમેશા એક સમયે એક જ બાજુ દેખાતી હોય છે સાથે એ યાદ રાખો કે બીજી બાજુ હમેશા રાહ જોતી હોય છે.. એટલે જો દુખ હોય તો નિરાશ નહિ થવાનું... સુખ હોય તો છકી નહિ જવાનું... બસ એક જ કામ કરવાનું ...

3.આપણને હમેશા જે લોકો આપના વખાણ કરે કે આપણી સહમતી માં હોય એ લોકો સાથે વધારે ગમે છે પણ જે લકો આપણી ટીકા કરે (ભલાઈ માટે) એ લોકો સાથે આપણને નથી ગમતું... જયારે હકીકતમાં જે લોકો આપણી ટીકા કરે છે એનાથી જ આપણે આગળ વધીએ છીએ ... એટલે હમેશા જે લોકો આપની ટીકા કરે એને પ્રેમ થી થેંક યુ કહી દેવાનું ... ભલે ને લોકો ટીકા કરે ...

No comments: