LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

જીવન જીવવાના ૧૦ વિકલ્પો...



જીવન જીવવાના ૧૦ વિકલ્પો...

૧) જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ, જીદ કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન રાખજો…

૨ હાસ્ય એ એક ઔષધ છે. માનસિક તાણ, હાર્ટએટેક અને બ્લડપ્રેશરમાં હાસ્ય એ એક દવાનું કામ કરે છે. હાસ્ય એ સ્થિર રહીને ચાલવાનો વ્યાયમ છે, હાસ્યથી સ્ફૂર્તિ આવે છે.

૩) માનવ માત્ર રોગી છે. ઈર્ષા, ક્રોધ, કામ, પરિગ્રહ, ચોરી, હિંસા, એ રોગનાં લક્ષણો છે. માનવીના આ માનસિક સડો અને મંદવાળનો ઇલાજ સત્સંગ, સદવાચન અને ધ્યાન છે.

૪) પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે.

૫) ધરમાં કકળાટ, કંકાસ, કજીયો, સતત થયા કરે તો સમજવું કે પડતી આપણાં બારણાં ખખડાવે છે.

૬) માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.

૭) જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.

૮) આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.

૯) સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે

છે.

૧૦) એક અસત્ય છુપાવવા માટે એક હજાર અસત્ય વાત કરવી પડે છે અને એને માટે હજાર જાતની ચિંતા રાખવી પડે છે. એના કરતાં જો આપણે સાચું બોલવાનું જ રાખીએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી કે આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવું પડતું નથી...

No comments: