LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

તણાવથી ડરો નહીં




તણાવથી આપણા જીવન પર નકારાત્મક અસર થતી હોય છે તેનાથી બચવા તેનો સામનો કરવો જરૃરી છે, કારણ કે તેનાથી ભાગવાના કારણે સંતાપ વધે છે અને આવી ચિંતા કે તાણ કાયમી રીતે અસર કરે. તણાવ કેમ પેદા થાય છે તેનાં કારણો જાણો, તેનું મૂળ જાણો. એક વાર તે જાણ્યા બાદ તમે તેને દૂર કરવા, સમાધાન શોધવા પ્રયત્ન કરશો અને તે રીતે તમે ચિંતા કે તણાવમાંથી બહાર આવી શકશો. કોઇ પણ સમસ્યા કે પરિસ્થિતિનો ઉકેલ છે, નિરાકરણ છે.

તાણ આપણા મગજમાં થતી પ્રક્રિયા છે જેના પરિણામે એંગ્ઝાઇટિ, ડર, બીક, ગ્લાની અને મન પર એક પ્રકારનો ભાર પેદા કરે છે. તણાવ એટલે કોઇ પણ સ્થિતિનો સામનો કરવાની મગજની અસમર્થતા. જ્યારે આપણું મન કે મગજ કોઇ એક સ્થિતિનો સામનો કરવા ના પાડતું હોય ત્યારે શરીર પર એક નકારાત્મક પરિસ્થિતિ પેદા થતી હોય છે અને મન પર બોજ અને પીડા વધતાં જ રહે છે, આવેગો ઊભા જ રહે છે. તેનું કદી શમન થતું નથી. પરિણામે મગજની સ્થિતિ બગડતા શારીરિક સમસ્યાઓ પેદા થાય.

તણાવની સ્થિતિ પર કાબૂ ના કરો તો સ્વાસ્થ્યને લગતી બીમારીઓ જેવી કે શ્વાસ ચડવો, કબજિયાત રહેવી, ડાયેરિયા થવો, મનમાં ઉચાટ રહેવો તેના કારણે પીડિત પોતાની વાતને સામેવાળાને બરાબર સમજાવી શકતો નથી. તેની યાદશક્તિ નબળી પડે છે. દરેક વ્યક્તિની શમન કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે, જુદી જુદી પરિસ્થિતિમાં, જુદાં જુદાં સ્થળોએ દરેકની ક્ષમતા અલગ પડે છે. તેમ છતાંય તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

૧. આસપાસની વ્યક્તિ, લોકો ઇમોશનલ વર્તન દ્વારા તણાવગ્રસ્ત બનવા મજબૂર કરે છે.

૨. બહાર બનતી કેટલીક ઘટનાઓ કે પ્રસંગો કે જેના કારણે વ્યક્તિ શારીરિક રીતે તણાવગ્રસ્ત બને છે.

૩. જીવનશૈલીની સાથે સંકળાયેલ મુદ્દાઓ, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે દબાણ કરવા મજબૂર કરે છે.

ઉપાયોઃ-


તણાવ ગમે તે પરિસ્થિતિનો હોય તો પણ તેને દૂર કરવો જોઇએ. તણાવનાં કારણો જાણી તેને દૂર કરી શકાય.
થાકેલા શરીરને માનસિક અને શારીરિક આરામની જરૃર પડે છે પણ તેની સાથે તે સમયસર મળે તો જ તણાવ ઘટે. શારીરિક કે માનસિક પરિશ્રમ બાદ આરામ કરવાની ટેવ પાડો.
જે ઘટનાઓ કે હાલત તણાવ પેદા કરવા મજબૂર કરે છે તેવી ઘટનાઓ કે હાલત ફરીથી બને નહીં તેની કાળજી રાખો. આવી ઘટનાઓ પ્રત્યે ઓછું ધ્યાન કે લક્ષ આપો.
નકારાત્મક વિચારો પ્રવેશવા ન દો. હંમેશા હકારાત્મક વિચારો જ રાખવા.
શરીર અને મનને રિલેક્સ કરે તેવી કસરતો અને પ્રાણાયામ કરવા. ઊંડા શ્વાસ લેવા.
સકારાત્મક વિચારો પેદા કરે તેવાં જ પુસ્તકો વાંચવાં, સકારાત્મક વિચારો પેદા થાય તેવું વાતાવરણ તૈયાર કરો. જેથી આત્મવિશ્વાસમાં વધારો થાય.

No comments: