LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

સુખ અને દુખ....


સુખ અને દુખ આ બન્ને વસ્તુ દરેક્ના જીવનમાં સમાયેલુ હોય છે .દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુખ બંન્ને આવે છે .આપણી સામે જે પરિસ્થિતી આવે અને તે પરિસ્થિતી આપણા મનને ગમે નહી ,આપણા દિલને ગમે નહી એટ્લા સમય પુરતુ તે પરિસ્થિતી આપણને અનુકુળ ન આવે , જીન્દગી ઉદાસ થઈ જાય ,જીવન નીરસ લાગે આ પરિસ્થિતીને દુખ કહે છે .ખરેખરતો જીવનમાં દુખ આવ્યુ જ નથી ,દુખ આવ્યુ છે માણસના મનમાં અને દિલમાં .હવે આજ પરિસ્થિતીને જીવનમાં તેનો સામનો કરીને શાન્તિથી વિચારીને તેને જરા પણ મનમાં લીધા વીના આરામથી રહીયે તો મન ઉપર તેમજ દિલ ઉપર જરાય બોજો રહેતો નથી ,હળવાશ આવી જાય તો પછી એ દુખ છે જ નહી .

હવે બીજી રીતે જોઈએ તો આપણા જીવનમાં જે પરિસ્થિતી આવે અને આ સમયે આપણુ મન, આપણુ દિલ એક્દમ ખુશ હોય ,જીન્દગી આનંદમય લાગે, આજુબાજુના વાતાવરણમાં પણ ખુશીનો અનુભવ થાય ત્યારે આ પરિસ્થિતીને સુખ કહેવાય છે . એટ્લે સુખ અને દુખ એતો મનનો ભ્રમ છે. દરેક વ્યક્તિના ઉપર આધાર છે કે ગમે તેવી પરિસ્થિતીમાં તે કેવી રીતે રહે છે ,એટ્લે આપણે પોતેજ આપણા મન અને આપણા દિલમાં ,આપણા જીવનમાં સુખ દુખ ઉભા કરીયે છીયે . અગર આપણને સુખ દુખનો હર્ષ શોક થાય તો સુખ દુખ તો આપણા કર્મનુ ફ્ળ છે .એટ્લે સુખ દુખનો હર્ષ શોક કરવાનો ન હોય.

No comments: