LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

આકર્ષણનો સિધ્ધાંત


ધ સીક્રેટ આકર્ષણનાં સિધ્ધાંત પર આધારિત છે. વિશ્વ અસીમ છે. એ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તમારે ફક્ત ત્રણ જ વાતો પર ધ્યાન આપવાનુ છે.

૧. માંગણી :: જે પણ તમારી ઈચ્છા હોય્ એની ખુલ્લા દિલથી માંગણી કરો.
૨. વિશ્વાસ :: વિશ્વાસ કરો કે તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી ગઈ છે, કારણ કે જ્યારે તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો છો તે જ સમયે એ વસ્તુ અજ્ઞાતમાં સ્થપિત થઈ જાય છે. એટલે કે અજાણી જગ્યામાં મુકેલી હોય છે. હવે તમારે એને લેવાની જ બાકી રહે છે.
૩. સ્વીકારવું {લઈલો} :: વિચાર કરો કે એ વસ્તુ તમને મળી ગઈ છે તો તમે કેવી રીતે વ્યવહાર કરશો એ અગત્યનું છે. તમે એવી રીતે તમારો વ્યવહાર બદલી નાંખો.

આ પુસ્તક બીજી બે બાબતઓ પર આપણને વિચાર કરવા કહે છે.
૧. જો તમને તમારી ઈચ્છિત વસ્તુ મળી જાય તો તમે ખુશ થશોને? એવી જ રીતે તમારે હંમેશા ખુશ રહેવાનું છે. અને
લોકોને ખુશી વહેંચવાની છે.
૨. વિશ્વ કે વિશ્વની કોઈપણ વ્યક્તિ તમને કંઈક પણ આપે તો એના આભાર માનવો. આભાર પ્રકટ કરવા માટે અંગ્રેજી


ધ સિક્રેટ
આ સિદ્ધાંત છે ‘લો ઓફ એટ્રેકશન’ (આકર્ષણનો નિયમ). બીજા શબ્દોમાં કહીએ તો આપણી જીવન પદ્ધતિ આપણા વિચારો પર નિર્ભર કરે છે. હકારાત્મક વિચારો સફળતા અપાવે છે, જયારે નકારાત્મક વિચારો મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી કરે છે. વિચારોને અનુરૂપ સ્થિતિઓ અને ઊર્જાઓનું નિર્માણ થતું હોય છે જેનું મુખ્ય કારણ આકર્ષણનો સિદ્ધાંત છે. આપણે જે પ્રકારનું જીવન વ્યતિત કરીએ છીએ તેના માટે આપણે પોતે જવાબદાર છીએ.

જીવનમાં કંઇ પણ પામવું હોય તો પ્રથમ પગલું છે આપણા ઘ્યેયમાં શ્રદ્ધા અને વિશ્વાસ. જો માર્ગ સાચો હશે તો દૂરના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં પડે. વિચારોમાં ચુંબકિય શકિત છે, માટે જ એમને અનુરૂપ સ્થિતિઓ સર્જાતી જાય છે. તબીબી ક્ષેત્રમાં એવા દાખલા છે. જયાં આત્મવિશ્વાસના આધારે દરદી સાજો થાય છે. અહીં પણ આકર્ષણનો નિયમ કામ કરે છે. આ આપણી ગૂઢ શકિત છે જેને આપણે જાણતા નથી. સફળતાનું આ રહસ્ય (સિક્રેટ) જાણનાર વ્યકિત પોતાના જીવનની ગતિ કેવળ હકારાત્મક વિચારો દ્વારા બદલી શકે છે.

આ પુસ્તકમાં વિચારોની શકિત પર ભાર મુકાયો છે. ઘ્યેય પાકો હોય અને વિચારશૈલી સાચી હોય તો મુશ્કેલ કામને પણ પાર પાડી શકાય છે. લેખિકાએ સફળ થયેલા લોકોના દાખલા આપી આ વાત સમજાવવાની કોશિશ કરી છે. વાસ્તવિક જીવનમાં આકર્ષણના આ નિયમને કેટલો લાગુ પાડી શકાય તે દરેક વ્યકિત પોતાના પ્રયાસ પર નિર્ભર કરે છે.

સામાન્ય સંજોગોમાં આપણે જીવનમાં શું ખૂટે છે તેનો વધારે વિચાર કરતા હોઇએ છીએ, પણ જે મળ્યું છે તેના માટે કોઇનો આભાર નથી માનતા. જે નથી તેની ફરિયાદ કરતા રહેવાથી નકારાત્મક ઊર્જા સર્જાય છે અને આપણા માર્ગમાં અવરોધો ઊભાં થયા કરે છે. આપણને જે મળ્યું છે તેનો આભાર માની હકારાત્મક વાતાવરણ ઊભું કરીશું તો આપણી બીજી ઇરછાઓને પૂરી કરવામાં મદદ મળશે. આકર્ષણના નિયમો પ્રમાણે આપણી વર્તણૂક દ્વારા જ આપણે પોતાના ભવિષ્યને આકાર આપી શકવાની શકિત ધરાવીએ છીએ. આ રહસ્ય (સિક્રેટ) જે પામી શકયો છે તે જીવનમાં સફળ થયા છે.................

જીવનમાં ખુશી, પ્રેમ, સ્વાસ્થ્ય અને નાણાનું ‘સિક્રેટ’

દરેક વ્યકિત પોતાની જીવનને અસીમિત ખુશી, પ્રેમ, સ્વાસ્થ્ય અને નાણાંથી ભરવા માંગે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હશે જેમના ખોળામાં આ તમામ વસ્તુઓ એક સાથે આવી હોય. તેમનું રહસ્ય તે સિદ્ધાતમાં છે, જેના પર બ્રહ્માંડ કામ કરે છે અને તેને સ્વીકારીને જ માણસ પણ પોતાની ઇરિછત વસ્તુ મેળવી શકે છે.

1 comment:

Anonymous said...

બહુ જ સુંદર , મારી પાસે ધ સિક્રેટ ની સી.ડી છે અને મે અનુભવ પણ કરેલો છે ,દુનીયામા ઘણા એવા રહસ્યો છે જે આપણ ને ખબર નથી હોતી. પણ આ રહસ્યો આપણી આજુ બાજુ જ હોય છે !!

આભાર __/\__